આજરોજ સાત ગામ વિશા પોરવાડ બનાસકાંઠા જૈન સમાજ સુરત ની ઍવેન્તિસ ફાર્મ ખાતે સ્નેહમિલન સમારોહ યોજાયો જેમાં સર્વાનુમતે ડો.વિનેશ શાહ ની પ્રમુખ પદે નિમણૂક કરી હતી ડો. વિનેશ શાહ ગુજરાતના જાણીતા મેડીકો લીગલ એક્સપર્ટ છે તેઓ જૈન ડૉક્ટર ફેડરેશનના પણ પ્રમુખ છે. તેઓએ જૈન ધર્મના જીવ વિચાર સુધી ધાર્મિક અભ્યાસ કરેલ છે. તેઓ માત્ર બાર વર્ષની ઉંમરે જૈન ધર્મના પાંચ પ્રતિક્રમણ ના સૌથી મહત્વનું સૂત્ર અતિચાર કેજે લગભગ ૨૨ પાનાં નું હોય છે તે કંઠસ્થ બોલી ગયા હતા આમ શૈક્ષણિક તથા ધાર્મિક રીતે સુસજ્જ ડો.વિનેશ શાહની પ્રમુખ તરીકેની નિમણૂંકને જૈન તથા અન્ય સમાજે પણ બિરદાવી હતી
ઉપરોક્ત કમિટીના અન્ય પદો માં ઉપપ્રમુખ પદે જિગર શાહ ,મંત્રી પદે સંકેત શાહ, સહમંત્રી ચિરાગ શાહ , ખજાનચી બિરેન લાખાણી તથા કમિટીમાં પીન્કેશ ધામી ,ધવલ વજાણી શ્રેયસ શાહ, અમિત શાહ ,સૌરીન શાહ, નીરવ લાખાણી, વિરલ શાહ, કિરણ શાહ તથા સલાહકાર દિલીપ શાહ અશોક શાહ તથા નયન લાખાણી નિમાયા હતા.
આ ઉપરાંત સ્નેહ મિલન સમારોહમાં સમાજના તબીબો ડોક્ટર આદેશ શાહ ,ડો. રશ્મિ શાહ ,ડો. સુજલ શાહ, ડો.તેજપાલ ધામી ,ડો.ઉત્કર્ષ શાહ વિગેરે તબીબોનું સન્માન કરાયું.
સાથે જ સમાજ ના બધા જ લોકો માટે મેડિકલ કાર્ડ ની ઘોષણા કરાઈ હતી જેના થકી સમાજ ના લોકો ને રાહત દરે મેડિકલ સે મળી રહે. સમારોહ બાદ પ્રીતિ ભોજન તથા હાઉસી ગેમનું આયોજન કરાયું હતું