દિવ્યભાસ્કર એ દૈનિકભાસ્કર જૂથનું અગ્રણી ગુજરાતી અખબાર છે. તેઓએ મેડિકલ ક્ષેત્રે સમર્પિત અને ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર સુરતની 42 ડોકટરો અને હોસ્પિટલોને હેલ્થકેર એવોર્ડથી સન્માનિત કર્યા હતા. આ સમારોહ ૩૦ ડિસેમ્બર નાં રોજ અવધ યુટોપીયા ક્લબ ખાતે યોજાયેલ હતો જેમાં સુરતના નામાંકિત તબીબો એ હાજરી આપી હતી.
ડૉ. વિનેશ શાહ ભારતના ગતિશીલ અને પ્રખ્યાત યુવા ફોરેન્સિક અને મેડિકોલિગલ નિષ્ણાત છે. તે એમ.ડી. (ફોરેન્સિક મેડિસિન) ઉપરાંત ફોરેન્સિક મેડિસિનમાં પીએચડી પણ છે. તેઓ કાયદામાં પણ સ્નાતક થયા છે. તે દક્ષિણ ગુજરાતની મોટાભાગની કોર્પોરેટ હોસ્પિટલોના મેડિકોલિગલ એડવાઈઝર છે. તેઓની સુરત ઉપરાંત અમદાવાદ અને મુંબઈમાં પણ શાખાઓ છે. તેઓ ગ્રાહક સુરક્ષા ફોરમ મા તબીબી બેદરકારીના કેસો લડે છે.
તેઓ ડેડ બોડી પર એમ્બાલ્મીંગ નામની પ્રક્રિયા કરે છે જે થકી ડેડ બોડી લાંબા સમય સુધી ફ્રિજર વગર જંતુમુક્ત સચવાઈ રહે છે.
ડો. વિનેશ શાહની આ પ્રસિદ્ધિ બદલ દિવ્યભાસ્કરે હેલ્થકેર એવોર્ડથી સન્માનિત કર્યા હતા. આ એવોર્ડ ઈન્ડિયન મેડિકલ એસોશીએશન ગુજરાત શાખા ના પ્રમુખ ડૉ.ચંદ્રેશ જયઘોષ, ઈન્ડિયન મેડિકલ એસોશીએશન સુરત શાખા ના પ્રમુખ ડૉ.પારુલ વડગામા, હોસ્પિટલ બોર્ડ ઓફ ઇન્ડિયા ના ડાયરેક્ટર ડૉ. વિનોદ શાહ, સેનેટ સભ્ય ડૉ. મહેન્દ્ર ચૌહાણ, જાણીતા ઉદ્યોગપતિ મહેન્દ્ર કતારગામવાલા તથા અન્ય મહાનુભાવો ની હાજરીમા સુરત ના મેયર ડો. જગદીશભાઈ પટેલ ના હસ્તે એનાયત કર્યો હતો.