આજરોજ તા.૩૧/૦૧/૨૦૨૦ ના રોજ અમદાવાદ ખાતે સૌપ્રથમ વાર મૃતદેહને વૈજ્ઞાનિક રીતે સાચવાના એમ્બાલ્મીંગ યુનિટ નો પ્રારંભ એમ્પાયર ડોક્ટર હાઉસ, એસ. જી. હાઈવે, સોલા, ખાતે થયેલ છે. જેમાં મૃતદેહ ને ડીપફ્રીજર કે બરફ વગર લાંબા સમય સુધી જંતુ રહીત તથા મહદ્ અંશે મૂળભૂત સ્વરૂપમાં સાચવી શકાય છે.
અત્રે મહત્વની વાત એ છે કે આ યુનિટ નું ઉદ્દઘાટન કોઈ મોટા હસ્તી, અધિકારી કે રાજકારણી દ્વારા નહીં પણ પરંતુ સફાઈકર્મી દ્વારા કરવામાં આવ્યું અને સમાજમાં સમાનતાનું એક મોટું ઉદાહરણ પુરૂ પાડયું.
પીક્ષી એમ્બાલ્મીંગ યુનિટના ફોરેન્સિક એક્ષ્પટૅ ડો. વિનેશ શાહ એ જણાવ્યું કે એમ્બાલ્મીંગ યુનિટ નું ઉદ્દઘાટન સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ. રૂમમાં ફરજ બજાવતા મહિલા સ્વચ્છતા કર્મી શાંતાબેન મસાર તથા એનેટોમી વિભાગમાં ડીસેકશન હોલમાં ફરજ બજાવતા રસીકભાઈ ચૌહાણ ના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે સોલા સીવીલ હોસ્પિટલ ના ફોરેન્સીક વિભાગના વડા ડો. ગૌરાંગ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ડો. મેઘા ગૌરાંગ પટેલ દ્વારા માહિતી આપતા જણાવ્યું કે એમ્બાલ્મીંગ પદ્ધતિ એ એક
વૈજ્ઞાનિક પધ્ધતિ છે. જેમાં મૃત શરીર ને ઇન્જેક્શન આપવામાં આવે છે. જેના થકી મૃત શરીર લાંબા સમય સુધી જંતુ રહીત તેના મૂળ સ્વરૂપમાં સાચવી શકાય છે. અને મહત્વની વાત એ છે કે, આ એમ્બાલ્મીંગની પ્રક્રિયા પીક્ષી એમ્બાલ્મીંગ યુનીટ ની કવોલીફાઇડ, અનુભવી , સક્ષમ ટીમ દ્વારા જે તે સ્થળ પર જ કરી આપવામાં આવે છે, જેથી લાશને કશે લઈ જવાની કે બર્ફ, ડીપ ફ્રિઝ કે આઇસ બોકસમાં રાખવાની જરૂર રહેતી નથી.
આ ઉપરાંત દેશ-વિદેશમાં વિમાન મારફતે ડેડબોડી મોકલવા માટે પણ આ પ્રક્રિયા જરૂરી છે. જેથી હવે ડેડબોડી વિમાન મારફતે મોકલવું સરળ રહેશે. જેનાથી સમય અને પૈસા બન્નેનો બચાવ થશે.
તેઓના આ સરાહનીય કાર્ય બદલ માન. શ્રી ગૌતમભાઈ ગેડીયા ( ચેરમેન, ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ, ગુજરાત સરકાર ) એ શુભેચ્છા પાઠવી હતી.