ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલે પીક્ષીના તબીબોની સરાહના કરી
પૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલના પિતા અજયભાઈ બિપીનચંદ્ર પટેલનું 26મીના રોજ અવસાન થયું હતું. એક વર્ષ અગાઉ પાર્થિવના પિતા અજયભાઈને બ્રેઈન હેમરેજ થયું હતું. 26મીના રોજ અવસાન થયાં બાદ તેમના મૃતદેહને સંબંધીઓના દર્શન માટે મૂળ સ્વરૂપમાં સાચવી રાખવા માટે સુરતની પીક્ષી સંસ્થાની મદદ લેવામાં આવી હતી. પક્ષી સંસ્થાના તબીબો દ્વારા એમ્બાલ્મીંગ પ્રક્રિયાથી મૃતદેહને સાચવી રાખ્યો હતો.
4 દિવસ મૃતદેહ મૂળ સ્વરૂપમાં સચવાયો
ઇન્ડિયન ક્રિકેટર પાર્થિવ પટેલના પિતાના નિધન થતા તેમના સ્વજનો અંતિમ દર્શન કરી શકે તે માટે 4 દિવસ સુધી તેમના દેહને અંતિમક્રિયા સુધી સાચવવા ની જવાબદારી પીક્ષી સંસ્થાને સોંપતા પીક્ષીના તબીબોએ એમ્બાલ્મીંગ પ્રક્રિયાથી તેની અંતિમ ક્રિયા સુધી મૂળભૂત સ્વરૂપમાં સાચવ્યો હતો. જેની ઇન્ડિયન ક્રિકેટર પાર્થિવ પટેલે સંસ્થાના તબીબો ડૉ.વિનેશ શાહ, ડૉ. મેઘા ઞૌરાંગ પટેલના કાર્યની સરાહના કરી આભાર માન્યો હતો.
શું છે એમ્બાલ્મીંગ પ્રક્રિયા?
આ એક રાસાયણિક પ્રક્રિયા છે. જેમાં ઈથેનોલ, આઈસોપ્રોફાઈલ અને ગ્લિસરોલ સહિતના અલગ-અલગ કેમિકલનું ઈન્જેકશન મૃતદેહને આપવામાં આવે છે. જેને કારણે એક મહિના કે તેથી વધુ સમય સુધી મૃતદેહ યથાવત સ્થિતિમાં સચવાયેલો રહે છે. આ પ્રક્રિયા કરવામાં 20 મિનિટથી માંડીને બે કલાક સુધીનો સમય લાગે છે. મૃત્યુના આઠ કલાકની અંદર મૃતદેહ પર આ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો પરિણામ વધુ અસરકાર રહે છે.